શ્રી ડી.બી.વાઘેલા સાહેબ આઇ.જી.પી.શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુળ સાહેબ નાઓએ જીલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એ.ડાભી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.એસ.સિંધવ તથા એ.એસ.આઈ, કાંતીલાલ તથા કલ્યાણસિંહ તથા દિલીપભાઈ તથા જીતેન્દ્રકુમાર તથા વનરાજસિંહ તથા દિલીપસિંહ તથા ડ્રાઇવર પ્રવિણભાઈ તથા કરશનજી વિગેરે પોલીસ સ્ટાફ સાથે આસેડા ગામના અને ખરડોસણ ગામની સીમમાં રહેતા પારજીજી વલાજી ઠાકોર તા.ડીસાવાળાના કબ્જા ભોગવટાના ખેતરમાં રેઇડ કરતા માદક પદાર્થ ગાંજાના છોડ નંગ- ૧૦૭૮ વજન ૧૨૮ કિલો ૧૨૦ ગ્રામ કિ.રૂ. ૭,૬૮,૭૨૦/- ના કબ્જે કરવામાં આવેલ છે. તેમજ મજકુર આરોપી વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.