ગુજરાત મત્સ્યઉધોગ નિયમોનો ઉલ્લંઘન કરનાર માછીમારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કલ O૬ કેસ કરતી SOG પશ્ચિમ કચ્છ-ભજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, દરિયાઈ સુરક્ષા, ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તારના જીલ્લાઓમાં ફિશરીઝ એક્ટની જોગવાઈઓનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ કોસ્ટલ સિકયુરીટીને સુદ્રઢ બનાવવા સારૂ એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.પરમાર તથા શ્રી પી.સી.શીંગરખીયા નાઓએ ટીમના પો.સ.ઇ. શ્રી ડી.બી. વાઘેલા સાહેબ તથા પો.સ.ઇ. શ્રી ટી.બી રબારીનાઓને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી / કર્મચારીઓની સ્પેશિયલ કોમ્બીંગ ટીમ બનાવવામાં આવેલ.

જે અન્વયે મુંદરા મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુના નં. (૧) જેમાં આરોપી આમદ તૈયબ વાઘેર, ઉવ. ૩૫ તથા ઓસમાણ ગની વાઘરે રહે. બંને, ઝરપરા તા. મુંદરા તથા ગુના નં. (૨) આરોપી અબ્દુલ યુસફ બુચડ, ઉવ. ૫૫, મુળ. રહે. તુણા વંડી, તા. અંજાર હાલ, રહે. રંધબંદર, ભદ્રેશ્વર, તા. મુંદરા વાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ

માંડવી મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુના નં. (૧) જેમાં આરોપી તાલબ હસન જામ, ઉવ. ૨૩ રહે. ત્રગડીનાળ, મુળ. રહે, સંઘડ, તા. અંજાર, કચ્છ તથા ગુના નં. (૨) આરોપી કાદર આમધ ચબા, ઉવ. ૩૪, રહે. મોઢવા, તા.માંડવી, કચ્છ વાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ.

જખી મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુના નં. (૧) જેમાં આરોપી શબ્બિર અલી કુરેશી, ઉવ. ૩૫, રહે. મુળ. ધામરેજ, તા. સુત્રાપાડા, જી. ગીર(સોમનાથ), હાલ જખૌ બંદર, તા. અબડાસા તથા ગુના નં. (૨) આરોપી રોહિત અયુબ ભેસલીયા, ઉવ. ૨૫ તથા અશગર અયુબ ભેસલીયા, ઉવ. ૧૯, રહે. બંને મુળ. વેરાવળ, જી. ગીર(સોમનાથ), હાલ. જખૌ બંદર, તા. અબડાસા વાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ.

ઉપરોક્ત પકડાયેલ માછીમારોએ ગુજરાત મત્સ્યોધોગ નિયમોનો ભંગ કરેલ હોય જેથી તેઓની વિરૂધ્ધ સંબંધિત પો.સ્ટે.માં ગુજરાત મત્સ્યઉધોગ (સુધારા) વટહુકમ-૨૦૨૦ તથા ગુજરાત મત્સ્યઉધોગ નિયમો-૨૦૦૩ ની કલમ-૨૧(૧)(ચ) મુજબ ગુનાઓ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

માછીમારી સમુદાય માટે જરૂરી સુચનો

(૧) બોટમાં જતી વખતે ટોકનમાં જણાવ્યા મુજબના જ માછીમારો લઇ જવા તેમજ તેનાથી વધુ કોઇ ખલાસીને લઇ જવો નહીં

(ર) માછીમારી માટે રવાના થયા બાદ ટોકન મુજબ પરત આવવાના સમયગાળા પહેલા પરત આવવું તેમજ ટોકનમાં ઓનલાઇન પરત થઇ જવું.

(૩) ૧૮ વર્ષથી નાની વયના કોઇ કિશોરને ખલાસી તરીકે લઇ જવો નહી

(૪) જે ફિશીંગ લેન્ડીંગ સેન્ટર (એફ.એલ.સી)થી રવાના થયેલ હોય, ત્યાંજ પરત થવું.

(૫) જે કોઇ વ્યક્તિ આવી જોગવાઇઓનો ભંગ કરશે તે રૂ.૧૦,૦૦૦/- ની શિક્ષાને પાત્ર થશે.

  • કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓ

સદર કાર્યવાહી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજના પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર, પી.સી.શીંગ રખીયા તથા પો.સ.ઈ.શ્રી ડી.બી.વાઘેલા, ટી.બી.રબારી તથા એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, જોરાવરસિંહ જાડેજા, માણેકભાઇ ગઢવી તથા પો.હે.કો. ગોપાલભાઇ ગઢવી, પૃથ્વીરાજસિંહ વાઘેલા તથા જખૌ મરીન પોસ્ટે.ના એ.એસ.આઇ. દિપુભા સોઢા તથા માંડવી મરીન પો.સ્ટે.ના પો.હે.કો. ઉદીત રાજગોરનાઓ દ્વારા કરવામાં આવેલ છે.