કચ્છના DDO ને મીરજાપર શાળાના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી

કચ્છના DDO ને મીરજાપર શાળાના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી છે….આચાર્ય વિલાસબા જાડેજાને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમએ અપમાનિત કર્યા હતા…જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે……રાજપુત કરણી સેના દ્વારા આજે રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું…DDO ને સસ્પેન્ડ કરવામાં આવે અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે….ભુજ ખાતે આયોજિત રાજપૂત કરણી સેનાની રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા….મહિલા અપમાન બદલ જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે……. બાઈટ :-01 ચેતનાબા જાડેજા – અધ્યક્ષ – કચ્છ ક્ષત્રિય સભા બાઈટ :- 02 અંકિતા ગોર સામાજિક અગ્રણી