મુન્દ્રામાંથી બે જુગારીઓ ઝડપાયા : એક ફરાર

jug

copy image

copy image

મુન્દ્રામાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત દિવસે મુંદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગુજરાવાસ પાછળ આવેલી વાડીમાં અમુક ઈશમો જાહેરમાં જુગાર રમી રહયા હતા. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જુગાર રમતા બે શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.