અદાણી પોર્ટે એક માસમાાં 25,762 કાર નિકાસ કરી ઐનિહાનસક રકેોર્ડ કર્યો

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મુન્દ્રા પોર્ટે
ઓટોમોબાઇલ નિકાસ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. પોર્ટના ઑટોમોબાઇલ એક્સપોર્ટ માટેના RoRo (Roll-
on/Roll-off) ટર્મિનલ AMCT (CT2)એ જાન્યુઆરી 2026માં 25,762 કારની નિકાસ કરીને માસિક સર્વાધિક રેકોર્ડ
નોંધાવ્યો છે. આ અગાઉના મે 2024ના 24,489 કારના રેકોર્ડને વટાવી દીધો છે.
આ ઉપરાંત, એક જ જહાજમાં 5,701 કાર હેન્ડલ કરીને પણ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે નવેમ્બર 2025માં થયેલા
5,622 કારના અગાઉના બેન્ચમાર્કને પાર કરે છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા, સલામતી અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ
ધોરણો જાળવી રાખીને યાર્ડથી જહાજ સુધી કારનું સરળ પરિવહન કરવામાં આવ્યું હતું.
આ અસાધારણ સિદ્ધિ અદાણી પોર્ટની ઓપરેશનલ શ્રેષ્ઠતા, ટીમના સમર્પણ, ભાગીદારોના સંકલન અને અવિરત
મહેનતનું પરિણામ છે. મુન્દ્રા પોર્ટની અદ્વિતીય Ro-Ro સુવિધાઓ દ્વારા ભારતમાં ઉત્પાદિત કારો સાઉથ આફ્રિકા,
ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, ફ્રાન્સ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ અને ગલ્ફ દેશો સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય
બજારોમાં પહોંચી રહી છે. આ વધતી નિકાસે મુન્દ્રાને ભારતના ઓટોમોબાઇલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે સ્થાપિત કર્યું
છે અને ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી છે.
આ સાથે જ, મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે પણ જાન્યુઆરી 2025માં 1.120 MMT (મિલિયન મેટ્રિક ટન) કાર્ગો હેન્ડલ કરીને
નવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે ડિસેમ્બર 2025ના 1.036 MMTના અગાઉના રેકોર્ડને વટાવે છે. આ સિદ્ધિ પોર્ટની
વૈવિધ્યસભર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી દર્શાવે છે.
અદાણી પોર્ટ્સના મુન્દ્રા પોર્ટે ભારતના વેપાર અને નિકાસ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આવનારા સમયમાં વધુ નવા માઇલસ્ટોન હાંસલ કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.