ઠગાઇ/વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ – ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહા, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૬૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ- ૩૧૮(૪),૩૧૯(૨), ૧૧૫(૨),૩૫૧(૩),૬૧,૫૪ મુજબના ગુના કામેના નાસતો ફરતો આરોપી અનવરખાન આમદખાન પઠાણ રહે.મુસ્લીમ હાઇસ્કુલ ચોકડી પાસે, રેલ્વે ફાટકની બાજુમાં ભુજ વાળો હાલે ભુજ મધ્યે મુસ્લીમ એજ્યુકેશન ચોકડી પાસે હાજર છે જેથી તુરંત જ હકીકત આધારે વર્કઆઉટ કરી ખાતે જઇ મુસ્લીમ એજ્યુકેશન ચોકડી પાસે તપાસ કરતા ઉપરોકત હકીકત વાળો આરોપી મુસ્લીમ એજ્યુકેશન ચોકડી પાસેથી મળી આવતા ઉપરોકત ગુના કામે સમજ કરતા મજકુર આરોપી પોતે ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને પકડી લઇ આવી આગળની કાર્યવાહી માટે લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર.જેઠી સાહેબને સોપવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપી

અનવરખાન આમદખાન પઠાણ રહે.મુસ્લીમ હાઇસ્કુલ ચોકડી પાસે, રેલ્વે ફાટકની બાજુમાં ભુજ