પોરબંદર ખાતે રાજ્ય કક્ષાના આઠમાં એવા બે-દિવસીય ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર–કમ-વર્કશોપનું આયોજન

તા.૦૧/૦૨/૨૦૨૬ ના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ
મોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર
ખાતે રાજ્ય કક્ષાના આઠમાં એવા બે-દિવસીય ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર–કમ-
વર્કશોપનું આયોજન ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં “છારીઢંઢ વેટલેન્ડ” ને રામસર સાઇટ તરીકે જાહેર થતા, વેટલેન્ડના આંતરરાષ્ટ્રીય
મહત્વ અંગેનું સન્માન વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કચ્છ
વન વર્તુળના પ્રતિનિધિ તરિકે શ્રી ભરતભાઇ.પી.ચૌધરી, મદદનીશ વન સંરક્ષકશ્રી, કચ્છ
પુર્વ વન વિભાગ, ભુજ તેમજ ફુલાય ગામના વતની શ્રી મુતવા સાલાર કરીમ દ્વારા
સ્વીકારવામાં આવેલ હતુ.
તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ “વિશ્વ વેટલેન્ડ દિવસ” નિમિત્તે છારીઢંઢ ખાતે ડો. ધીરજ
મિત્તલ ,વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળની અધ્યક્ષતામાં પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં
આવેલ હતો. જેમાં શ્રી હર્ષ.જે.ઠક્કર,નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્વિમ, શ્રી આયુષ વર્મા,
નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પુર્વ તથા શ્રી એન.વી.ચૌધરી, નાયબ વન સંરક્ષકશ્રી, બન્ની
ગ્રાસ લેન્ડ વિભાગ, સ્થાનિક સ્ટાફ, આજુબાજુ વિસ્તારના ગામના લોકોને તેમજ ગાઇડ અને
સહજીવન જેવી સંસ્થાઓ તથા મીડીયા મિત્રો હાજર રહેલ હતા.
વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે છારીઢંઢ ખાતે યોજાયેલ પરિસંવાદ કાર્યક્રમમાં છારીઢંઢ
આજુબાજુના ૧૭ ગામો પૈકી પાંચ ગામના ૫૦ (પચાસ) લોકો પરિસંવાદ કાર્યક્રમમાં હાજર
રહેલ હતા. પરિસંવાદ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ વન સંરક્ષકશ્રી સમક્ષ સ્થાનિકે
તેઓના પડતર પ્રશ્નો અંગેની રજુઆત કરેલ હતી. જે બાબતે વન સંરક્ષકશ્રી દ્વારા તમામ
લોકોને તેઓને પડતર પ્રશ્નોનો સુચારુ રુપે નિકાલ લાવવામાં આવશે તે અંગે આસ્વસ્થ
કરવામાં આવ્યા. તેમજ છારીઢંઢના સર્વાંગી વિકાસ માટે સ્થાનિકોને સાથે રાખી સંકલિત
કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.