મુંદ્રામાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.34 લાખના સોના-ચાંદીના દાગીના લઈ થયા ફરાર

copy image

copy image

મુંદ્રામાં બંધ ઘરમાંથી રૂા. 1.34 લાખના સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે. જે અનુસાર મુંદ્રાના હિંગલાજનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે ચિરાગભાઈ રમેશભાઈ મોરી દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 30/1ના રોજ ફરિયાદી ઘરને લોક કરી બહાર ગયેલ હતા અને બાદમાં તા. 1/2ના પરત આવીને જોતાં ઘરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળી આવેલ હતા. ત્યાર બાદ ઘરમાં વધુ તપાસ કરતાં સોના ચાંદીના દાગીના સહિત રૂા. 1.34ની મત્તા ગાયબ જણાઈ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.