પ્રોહિબીશનનો કેશ શોધી કાઢતી પ્રાગપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ મુંદરા વિભાગ મુંદરા નાઓએ દારૂ તથા જુગારની બદ્દી નાબુદ કરવા સુચના કરેલ હોઇ જે સુચના અનુસંધાને પ્રાગપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એન ચુડાસમા સાહેબ નાઓને સચોટ અને ભરોસાલાયક બાતમી હકિકત મળેલ કે,પાલુ રામ ગઢવી રહે-વવાર તા-મુંદરાવાળો જે વવાર ગામની સીમમાં આવેલ પોતાના કબ્જાની વાડીના સેઢા પાસે ગે.કા.રીતે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવે છે.અને હાલે તેની આ ગે.કા.પ્રવ્રુતી ચાલુમાં છે.જે મળેલ બાતમી હકિકત આધારે સુચના કરતા તુરંત જ વર્ષાઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબની વિગતે મુદ્દામાલ કબ્જે કરેલ છે.

  • મુદામાલની વિગત:-

(૧) દેશીદારૂ બનાવવાનો આથો આશરે લિટર-૨૦૦૦ કિ.રૂ.૫૦.૦૦0/-

(૨) દેશીદારૂ લિટર-૬૦ કિ.રૂ.૧૨,૦૦૦/-

એમ કુલ્લે- કિ.રૂ. ૬e.000/-

ઉપરોકત સફળ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એસ.એન.ચુડાસમા સાહેબની સુચનાથી એ.એસ.આઇ. પુનશીભાઇ એલ.સેડા તથા પો.હેડ.કોન્સ અશોકકુમાર એ.આશલ તથા પો.કોન્સ સામતભાઈ એસ. ગઢવી તથા પો.કોન્સ લાલજીભાઈ આર.આલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.