પ્રાકૃતિક કૃષિમાં જીવદ્રવ્યની સુક્ષ્મજીવાણુંઓના વિકાસ માટે જરૂરી ખોરાક, તત્વ અને ઉર્જા આપવા માટે અગત્યની ભૂમિકા
પ્રાકૃતિક ખેતી માટે જીવદ્રવ્ય અમૃતસમાન છે. જમીનની જીવંત ફળદ્રુપ શક્તિને માપવાના માપદંડને જીવદ્રવ્ય કહેવામાં આવે છે.જીવદ્રવ્ય માટીમાં રહેલા અસંખ્ય જીવાણુંઓનો સમૂહ છે.
જમીનના વૈજ્ઞાનિક એસ.એ.વાક્સને જીવદ્રવ્ય માટે લખ્યું છે કે, HUMUS IS AN AGGREGATION OF REDDISH BLACK COLOR MATTERS એટલે કે જીવદ્રવ્ય એ એક લાલાશ પડતા કાળા રંગના પદાર્થોનું સમૂહ છે.
જીવદ્રવ્યએ થોડા લાલશ અને ઘેરા કાળા રંગનો અસંખ્ય પદાર્થોથી બનેલો એક એવો સમૂહ છે. જેમાં વનસ્પતિ પદાર્થ, પ્રાણી, જીવાણું, કીટકો અને સુક્ષ્મજીવાણું આ બધા મરેલા શરીરને સુક્ષ્મજીવાણુંઓથી વિઘટીત કરીને મુક્ત કરવામાં આવે છે. એના પછી જીવદ્રવ્યમાં ૫૦ થી ૬૦ ટકા કાર્બન અને ૬ ટકા નાઈટ્રોજન હોય છે. એમાં કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ 10:1 હોય છે. આ પ્રમાણ સૌથી સારી ફળદ્રુપ અને ઉપજાવ જમીનમાં રહેલો હોય છે. જ્યારે ૧૦ કિલો કાર્બનથી ૧ કિલો નાઈટ્રોજન હવામાં ભળે છે, ત્યારે જીવદ્રવ્ય બને છે. જીવદ્રવ્યનાં નિર્માણમાં વનસ્પતિઓના મરેલા શરીર અગત્યની ભૂમિકા ભજવે છે.
કાર્બન, નાઈટ્રોજન પ્રમાણને (૧૦ : ૧) સ્થિર રાખવા માટે છાયડામાં એક અથવા બે પ્રકારના આવરણ ઢાંકવા જરૂરી છે. જે માટે શેરડીનું ભૂસું, ઘઉંનું ભૂસુ, ચણા, મસુર, તુવેર, અડદ, મગનાં ભુસાનું મિશ્રણ કરવાથી કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ બનાવી શકાય છે. જેથી વધારેમાં વધારે જીવદ્રવ્યનું નિર્માણ થઈ શકે. એક દળીય અને દ્વિદળીયવાળા પાકોને ઢાંકવાથી વધારેમાં વધારે જીવાણું વધે છે. દેશી ગાયના છાણમાં સૌથી વધારે જીવાણુંનું મેળવણ (જામન) હોય છે. કેમ કે એક દેશી ગાયના ૧ ગ્રામ છાણમાં ૩00 થી ૫00 કરોડ સુક્ષ્મજીવાણુ હોય છે. વધારે જીવાણું હોવાને લીધે વધારેમાં વધારે જીવાણુંઓના મૃત્યુ પછી તેના શરીર સડે છે અને કાર્બન અને નાઈટ્રોજનનનું પ્રમાણ ૧૦:૧ હોવાથી હ્યુમસનું નિર્માણ વધારેમાં વધારે થાય છે.
જીવદ્રવ્યની અગત્યતા
જીવદ્રવ્યમાં સર્જન અને વિઘટન બન્ને પ્રક્રિયા એક સાથે સંળગ ચાલતી રહે છે. જીવદ્રવ્ય પાકના મૂળને ખોરાક આપતો અગત્યનો સ્રોત જ નથી પરંતુ અસંખ્ય સુક્ષ્મ જીવાણુઓના માધ્યમથી ખોરાક આપવાવાળો સ્રોત પણ છે. જીવદ્રવ્યમાં ખોરાક તત્વોને અદલ-બદલ કરવાની અદભુત ક્ષમતા હોય છે. જમીનમાં જીવદ્રવ્યની હાજરીથી જમીન બહુ જ નરમ, મુલાયમ, કોમળ, મૃદુ, કણાકાર અને હવાની અવર-જવર કરવા વાળી બને છે. જેનાથી જમીનની સારી સંરચના હોવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે અને જમીનના જળ સ્રોતોમાં જમા થઈ જાય છે.
૧ દિવસમાં ૧ કિલો જીવદ્રવ્ય હવાથી 6 લીટર પાણી શોષી લે છે. હવામાં આખા વર્ષ દરમિયાન ૩૫ થી ૯૦ ટકા ભેજ હોય છે. જીવદ્રવ્ય તેને હવામાંથી શોષી છોડના મૂળ અને જીવાણુઓ સુધી પહોંચાડી દે છે. જીવદ્રવ્ય વાતાવરણ અને જમીનમાંથી મોટા પ્રમાણમાં જે ભેજ લે છે એ ભેજને પોતાના શરીરમાં સંગ્રહ કરે છે. જીવદ્રવ્યનું શરીર સ્પંજ જેવું હોય છે જે પાણી શોષે છે અને એમનામાંથી થોડું પાણી છોડના મૂળ માટે તથા થોડું પાણી સુક્ષ્મજીવાણુઓના ઉપયોગ માટે કરે છે. જીવદ્રવ્ય માટીના કણોની સાથે પોતાને બાંધીને તેને કણોનાં સ્વરૂપમાં બદલી નાખે છે. અને સાથે ચીકણા કણોની ચિકાશ પણ સમાપ્ત કરી દે છે. આ પ્રકિયાથી જીવદ્રવ્ય માટીના કણોને ગોળાકાર, કણાકાર, મુલાયમ અને હવાદાર બનાવે છે. જીવદ્રવ્ય બધી જાતના પાકોના મૂળને ખોરાક તત્વોની પુરતી કરે છે. જીવદ્રવ્ય સુક્ષ્મજીવાણુંઓના વિકાસ માટે જરૂરી ખોરાક, તત્વ અને ઉર્જા આપવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.