પાસ પરમીટ વગર રેતી વહન કરતા એક આઈવા ટેલર પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ ચૌહાણ તથા રામજીભાઇ રબારીનાઓ મુંદ્રા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટી-પોઇન્ટ સર્કલ મુંદ્રા ખાતે આવતા પ્રધ્યુમનસિંહ ગોહીલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “હિન્દ સર્કલ નવા પોર્ટ રોડ મુંદ્રા તરફથી એક આઇવા ટેલર જેનો રજી.નં.GJ-36-T-5924 છે જે રેતી-ખનીજ ચોરી કરી રોયલ્ટી વગર આવી રહેલ છે.” જે હકીકત આધારે તપાસ કરતા હિન્દ સર્કલ ખાતેજ ઉપરોક્ત નંબરવાળા ટાટા કંપનીના આઇવા ટેલરને રોકી તપાસ કરતા ચાલક હુસેન ઇસાક સાટી ઉવ.૪૩ રહે. ખોજા ચોરા તા-માંડવી નાઓ ટ્રકમાં આશરે ૪૭.૯૪૦ ટન રેતી ભરેલ મળી આવેલ બાદ વાહન ચાલક પાસેથી રેતી વહન અંગેના આધાર પુરાવા માંગણી કરતા કોઈ આધારા પુરાવા રજુ કરેલ નહિ જેથી ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ આઈવા ટ્રક ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.