એક દિવસથી ગુમ થયેલ યુવાન મુન્દ્રાના મીઠાણી પુલ નજીક આવેલ નદીમાં હોવાની આશંકા સાથે શોધખોળ શરૂ

copy image

copy image

ગતિ દિવસથી ગુમ થયેલ 31 વર્ષીય યુવાન મુન્દ્રાના મીઠાણી પુલ નજીક આવેલ નદીમાં ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી વિગતો સામે આવી રહી છે જે અનુસાર સોનુકુમાર નામના યુવકની પત્નીએ મુંદ્રા પોલીસમાં ગુમ નોંધ કરાવેલ હતી. આ સોનુકુમાર નામનો યુવાન ગત દિવસે બપોરના સમયે ઘરેથી નીકળ્યા બાદ પરત આવેલ ન હતો. વધુમાં પ્રાપ્ત થતી જાણકારી મુજબ સોનુકુમારના ચંપલ રાસાપીર સર્કલ અને ટી પોઇન્ટ વચ્ચે મીઠાણી પુલ પાસે નદી નજીક મળી આવતા આ યુવાન નદીમાં ડૂબી ગયો હોવાની આશંકા સાથે તેની શોધ શરૂ કરી દેવાઈ છે.