અંજારમાં રહેણાક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

The roof of the house is on fire. Selective focus. Nature.

copy image

copy image

અંજારમાં રહેણાક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારમાં નવી આરટીઓ ઓફિસની નજીક વરસામેડી રોડ નજીકના એક મકાનમાં આ ઘટના બની હતી. અહી રહેનાર પ્રભુલાલ છગનલાલ ડોડિયા નામના આધેડ પોતાના ઘરે હાજર હતા તે સમયે ઉપરના રૂમમાંથી ધુમાડા નીકળતાં તપાસ કરવામાં આવતા ફ્રીઝમાં આગ ઉઠી હતી. અમુક ક્ષણોમાં જ આ આગ બેકાબૂ બની જતાં સમગ્ર ઘરમાં ફેલાઈ હતી. બનાવને પગલે અગ્નિશમન દળને જાણ કરતાં તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.