બનાવટી ભારતીય પાસપોર્ટ અને આધારકાર્ડ બનાવી તેનો કપટપૂર્વક ઉપયોગ કરવાના હેતુથી ગેરકાયદેસર રીતે કબ્ઝામાં રાખનાર એક ઇસમને ભુજ શહેર વિસ્તારમાંથી પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટી પાસપોર્ટ તથા ભારતીય બનાવટી આધાર કાર્ડ જેવા દસ્તાવેજો બનાવી તેનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર ઇસમોને પકડી પાડી તેઓની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.ડી.પરમાર તથા શ્રી પી.સી.શીંગરખીયાનાઓએ એસ.ઓ.જી. સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમોને પકડી પાડવા જરૂરી સુચના આપેલ. જે અન્વયે તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ગઇકાલ તા.૦૫/૦૨/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી.પરમારનાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ રેલ્વે સ્ટેશન નજીક આવેલ હોટલ દેવરાજ પેલેસ પાસેથી મજકુર સંજયકુમાર નટવરલાલ લુહાર, ઉવ. ૪૩, રહે. ગામ. ગામરીદેવલ, તા. ડુંગરપુર, જી. ડુંગરપુર, રાજસ્થાન વાળાને હસ્તગત કરી તેની અંગઝડતી દરમ્યાન મજકુર ઇસમના કબ્જામાંથી પોતાના ફોટા અને બીજા વ્યક્તિના નામ વાળો બનાવટી ભારતીય પાસપોર્ટ તથા આધારકાર્ડની કલર પ્રિન્ટ મળી આવેલ. જેથી મજકુર આરોપી વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે.માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મોડસ ઓપરેન્ડી:-
વિદેશ જવા ઇચ્છતા અને કોઇપણ મેડીકલ ખામીને કારણે જી.સી.સી. માન્ય હોસ્પિટલમાંથી મેડીકલ ફીટનું સર્ટીફિકેટ ન મેળવી શકરનાર વ્યક્તિઓને જી.સી.સી. માન્ય હોસ્પિટલમાં મેડીકલ રીતે ફીટ હોય તેવા ડમી વ્યક્તિને હાજર રખાવી અને મુળ વ્યક્તિના પાસપોર્ટ અને આધારકાર્ડમાં ડમી વ્યક્તિના ફોટા પ્રીન્ટ કરી મુળ વ્યક્તિના ઓરીજનલ પાસપોર્ટ અને આધારકાર્ડમાં કોઇપણ રીતે ગેરરીતિ આચરી અનઅધિકૃત રીતે ફેરફાર કરી મેડીકલ ફીટનું સર્ટીફિકેટ લઇ આપી અને બાદમાં મુળ વ્યક્તિના ફોટા વાળો પેજ પાસપોર્ટમાં લગાવી મેડીકલી અનફીટ વ્યક્તિઓને મેડીકલ ફીટના સર્ટીફિકેટ અપાવી વિદેશ મોકલવાની મોડસ ઓપરેન્ડી ધરાવે
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ:-
એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.ડી. પરમાર, એ.એસ.આઇ. રજાકભાઇ સોતા, પો.હે.કો. ભાવેશભાઇ ચૌધરી તથા પો.કોન્સ. દિનેશભાઇ ચૌધરીનાઓએ સદર કાર્યવાહી કરેલ છે.