સામખિયાળીમાં પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર એક દુકાનમાં માદક પદાર્થ વેચતો શખ્સ ઝડપાયો

copy image

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર એક દુકાનમાં માદક પદાર્થ વેચતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.. વધુ મળતી માહિતી અનુસાર, સામખિયાળીમાં પોલીસ મથકની ડાબી બાજુ 500 મીટર દૂર આવેલી એક દુકાનમાં એક શામજી જીવરાજ કેરાસિયા નામનો શખ્સ ગાંજો અને પોષડેડા રાખી તેમજ તેનું વેચાણ કરે છે તેવી  પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દુકાનની તપાસ દરમ્યાન દુકાનમાંથી રૂા. 2750નો 55 ગ્રામ સૂકો ગાંજો તથા રૂા. 9555નો 637 ગ્રામ પોષડેડાનો પાઉડર એમ કુલ રૂા. 12,309નો માદક પદાર્થ ઝડપાયો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, શખ્સને ગાંજો કોઇ ગાડીવાળો આપી ગયો હતો તથા પોષડેડાનો પાઉડર પોતાના પીવા માટે તેમજ ગાંજો ગ્રાહકોને વેચવા રાખ્યો  હોવાનું બહાર આવ્યું હતું.