તંત્ર ની સામે નહિ, પણ તંત્ર ની સાથે;

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આઈકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવેલ જે કામગીરીના ભાગરૂપે આ રસ્તા પરના વિવિધ દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલ થી કોટેશ્વર ચાર રસ્તા સુધીના દબાણો દુર કરવા માટે મડાનગરપાલિકા દ્વારા નોટીસ પાઠવવામાં આવેલ, જે સંબંધિત દબાણકારો દ્વારા “તંત્ર ની સામે નહિ પણ તંત્ર ની સાથે” નો અભિગમ અપનાવી સ્વેચ્છા એ દબાણ ખાલી કરવામાં આવેલ. જે કામગીરીને આગળ વધારતા આજરોજ મહાનગરપાલિકાના ૫ જે.સિ.બી., ૪ ટ્રેકટર, તથા પૂરતા માનવબળ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈની હાજરીમાં આજરોજ અંદાજીત કુલ-૨૪૫ દબાણો દુર કરવામાં આવેલ.
મહાનગરપાલિકા દ્વારા આ દબાણ ડટાવો ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં સહકાર આપવા લોકો ને અપીલ કરવામાં આવે છે.