ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર-પુરાવા વગરના પવનચક્કીમાં ઉપયોગી નટ-બોલ્ટ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ રાવલ, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, રાજેંદ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી, ભરતભાઇ ગઢવીનાઓ મીલકત સબંધી ગુનાઓ શોધવા માટે ભુજ શહેર તાલુકા વિસ્તારમાં આધુનીક ઇંવેસ્ટીગેશન કીટ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ફરતા-ફરતા ભીડનાકા પાસે આવતા નિલેશભાઇ ભટ્ટ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “સલીમ કાસમ કુંભાર રહે.-લખુરાઇ ચાર રસ્તા પાસે હુજ વાળો તેના કબ્જાના ભોગવટાના ભંગારનો વાડો જે આત્મારામ સર્કલથી ગીતા માર્કેટ તરફ જતા રસ્તા નજીક આવેલ છે જે વાડાની અંદર પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતા લોખંડના નટ-બોલ્ટ પડેલ છે જે તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને સગેવગે કરવાની ફીરાકમાં છે.” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાડામાં લોખંડના નટ-બોલ્ટના કોથળા ભરેલ પડેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ મુદ્દામાલ બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • મળી આવેલ મુદામાલ
  • લોખંડના નટ બોલ્ટ ૨૭૦૦ કિ.ગ્રા કિં.રૂ. ૮૧,૦૦૦/-

પકડાયેલ આરોપીઓ

સલીમ કાસમ કુંભાર ઉ.વ.૨૯ રહે.-કુંભાર મસ્જીદની બાજુમાં લખુરાઇ ચાર રસ્તા પાસે ભુજ

  • અસ્લમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર ઉ.વ.૨૭ રહે.-ચુંદડી રોડ દહીસરા તા.ભુજ