લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા કામે રાખેલ મજુરનુ સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે નોંધણી ન કરાવી જાહેરનામાંની શરતોનું ભંગ કરનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા ગૌતમ વિવેકાનંદ સાહેબ, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી મુંદરા વિભાગ મુંદરા નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા મજુરો પુરા પાડવામાં આવતા હોય છે અને મજુરોની વિગત લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનીક પોલીસ સ્ટેશનમા ન કરાવનાર તથા રજીસ્ટર ન નિભાવવા બાબતે લેબર કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ જાહેરનામાં ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભુકંપ બાદ રાજ્ય સરકારશ્રીની નીતી અનુસાર ઔદ્યોગીક એકમો શરૂ થયેલા છે અને તે ઔદ્યોગીક એકમોમાં રાજ્ય બહાર/જીલ્લા બહારથી મોટા ભાગે પરપ્રાંતીય મજુર/લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા પુરા પાડવામાં આવતા હોય છે અને તે મજુરોને કારણે અને ઔદ્યોગિક એકમોને કારણે જીલ્લામાં રાજ્ય બહારના લોકોની અવર-જવરનુ પ્રમાણ વધેલ છે અને તેના કારણે કેટલાક અસામાજીક તત્વો તથા પરપ્રાંતીય ગુનેગારોનું પણ અત્રેના જીલ્લામાં મજુરી કામ માટે આવતા જતા હોય છે.જેના કારણે અત્રેના જિલ્લામાં લુંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે તથા અન્ય રાજ્ય અને અન્ય જીલ્લા બહારથી આવતા અસમાજીક તત્વો ઉપર પોલીસની પુરતી વોચ રહે તે માટે માનનીય કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કચ્છ-ભુજ દ્વારા અવાર-નવાર જાહેરનામાં બહાર પાડવામા આવે છે .જેમા લેબર કોન્ટ્રાક્ટરોએ કામે રાખેલ મજુરોની સંપુર્ણ વિગત તથા ફોટા સાથેનુ રજિસ્ટર નિભાવી સ્થાનીક પોલીસ સ્ટેશનમાં વિગતો દર માસે પુરી પાડવાની હોય છે પરંતુ અમુક લેબર કોન્ટ્રાક્ટરો મજુરોની વિગત નહિ નિભાવી સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે વિગતો પુરી પાડતા નથી.
જે અનુસંધાને તા.૧૦/૦૨/૨૦૨૬ ના રોજ પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ દ્વારા જાહેરનામાં અમલીકરણની કાર્યવાહીમા હતા તે દરમ્યાન નિચે મુજબના આરોપીઓ વિરુધ્ધ બી.એન.એસ. કલમ -૨૨૩ જાહેરનામા ભંગના કુલ્લ – ૦૫(પાંચ) ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
- એચ.આર.એમ.એમ રીફાઇનરી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર વાસુ રાજેશભાઇ સૈની, હાલે રહે-એચ.આર.એમ.એમ રીફાઇનરી કંપની રતાડીયા, તા-મુંદરા, મુળ રહે-હરપાલ તા-નાકુર, જી-સારનપુર, ઉત્તર પ્રદેશ (પાર્ટ એ ગુ.ર.ન.૦૦૮૪/૨૦૨૬)
- ઇશ્વરી ગ્લોબલ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર પ્રેમજી બુધા મહેશ્વરી, રહે-બેરાજા,તા-મુંદરા (પાર્ટ એ ગુ.ર.નં.૦૦૮૬/૨૦૨૬)
૩. ઇશ્વરી ગ્લોબલ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર મોહન શ્યામ સિંગ, રહે-શક્તિનગર મુંદરા, તા-મુંદરા (પાર્ટ એ ગુ.ર.ન.૦૦૮૭/૨૦૨૬)
- આર.ટી શીપીંગ સર્વિસ કંપનીમા લેબર કોન્ટ્રાક્ટર કાલી ચરણ ભગાબાન જૈના, હાલ રહે-આર.ટી શીપીંગ સર્વિસ વિરાણીયા તા-મુંદરા, મુળ રહે-વરસામેડી અંજાર-કચ્છ (પાર્ટ એ ગુ.ર.નં.૦૦૮૮/૨૦૨૬)
- આર.ટી શીપીંગ સર્વિસ કંપનીમા લેબર કોન્ટ્રાક્ટર મહેશ કાનજીભાઇ ચૌહાણ હાલ રહે- આર.ટી શીપીંગ સર્વિસ વિરાણીયા તા-મુંદરા, મુળ રહે-પ્લોટ નં.૨૫૩ અંતરજાળ આદિપુર તા-ગાંધીધામ-કછ. (પાર્ટ એ ગુ.ર.ન.૦૦૮૯/૨૦૨૬)
ઉપરોક્ત તમામ આરોપીઓ દ્વારા સ્થાનીક પોલીસ સ્ટેશનમા ઔદ્યોગીક એકમો/કંપનીમા મજુરો/લેબરો પુરા પાડી આ અંગેનું નિભાવવાનું થતું રજીસ્ટર તથા સ્થાનિક પોલીસ સ્ટેશન માં જાણ કર્યા વગર ઔધોગીક એકમો/કંપનીમાં મજુરો/લેબરો પુરા પાડી માનનીય શ્રી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ભુજનાઓના જાહેરનામાની શરતોનો ભંગ કરેલ હોઇ જેથી ઉપરોકત ઇસમો વિરુધ્ધ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમા જોડાયેલ પોલીસ કર્મચારી
આ કામગીરીમા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓની સુચના હેઠળ એ.એસ.આઈ-પુનશી એલ.શેડા, એ.એસ.આઇ-નરેન્દ્રસિંહ આર.જાડેજા, પો.હેડ.કોન્સ- શિવમ એચ.જોષી, પો.હેડ કોન્સ- ઇશ્વરકુમાર સી.ચૌધરી, પો.હેડ.કોન્સ-ગીરીશ એ.ચૌધરી, પો.કોન્સ- મકનસિંહ વી.સોલંકીનાઓ જોડાયેલ હતા.