કરપાત્ર પેન્શન મેળવતા પેન્શનરોએ આવકવેરાના વિકલ્પની  પસંદગી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં કરવાની રહેશે

  જિલ્લા તિજોરી કચેરીભુજ-કચ્છ ખાતેથી પેન્શન મેળવતા કરપાત્ર પેન્શનરશ્રીઓને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી આવકવેરા કાયદા હેઠળ Old Regime અને New Regime (સરકારશ્રીએ New Regime ને ડિફોલ્ટ જાહેર કરેલ છે) એમ બે વિકલ્પો આપવામાં આવ્યા છે.

            જે પેન્શનરશ્રીઓ ‘Old Regime’ (જૂની પદ્ધતિ) મુજબ આવકવેરાનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોયતેઓએ તિજોરી કચેરીને લેખિતમાં તા. ૨૮/૦૨/૨૦૨૬ સુધીમાં નિયત નમૂનામાં વિકલ્પ ફોર્મ-૧૨BB અને રોકાણના પુરાવાઓ રજૂ કરવાના રહેશે.

            જે પેન્શનરશ્રીઓ દ્વારા Old Regime નો વિકલ્પ આપવામાં આવશે નહીંતે સિવાયના તમામ પેન્શનરશ્રીઓ New Regime (ડિફોલ્ટ પદ્ધતિ) સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર ટેક્સની કપાત કરવામાં આવશે. આ અંગેની તમામ જવાબદારી પેન્શનરશ્રીની રહેશેતેમ જિલ્લા તિજોરી કચેરીભુજ-કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે.