ભચાઉ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું મોત

copy image

copy image

ભચાઉ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એક યુવાને જીવ ખોયો હતો. ગાંધીધામથી ભચાઉ જતાં ધોરી માર્ગે સતલુજ હોટેલ સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત રાત્રીના સમયે તલાટીકમ મંત્રીનો સૌથી નાનો દીકરો એવો પ્રકાશ પગપાળા જઇ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહને હડફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.