Skip to content
સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગત સોમવારના રોજ એક બીજાના હાથબાંધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવતાં લોકોના ટોળેટોળા ઉમટયા હતા.બન્નેના મૃતદેહો બહારકાઢતાં યુવક સૂઈગામ તાલુકાના મોરવાડા ગામનો તેમજ યુવતી રાધનપુર તાલુકાના ચલવાડા ગામની હોવાનુબહાર આવતાં તેના વાલીવારસો દોડી આવી પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી સૂઈગામ પોલીસ મથકેએડી નોધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.સરહદી પંથકની કેનાલોમાં એક બીજાના હાથ બાંધી યુવક યુવતીઓ ઝંપલાવી મોતને વ્હાલુ કરતા હોવાનાબનાવોમાં વધારો થવા પામ્યો છે.તાજેતરમાં થરાદની મુંખ્ય કેનાલમાં યુવક યુવતીના મૃતદેહો એકબીજાના હાથબાધેલી હાલતમાં મળી આવ્યા હતા.ત્યારે ગત સોમવારના રોજ સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીકથીપસાર થતી મુખ્ય કેનાલ પર બે મોબાઈલ તેમજ બુટ અને ચંપલ પસાર થતા લોકોની નજરે પડતાં કેનાલમાંકોઈએ ઝંપલાવ્યુ હોવાની શંકાના આધારે લોકોએ કેનાલમાં તપાસ કરતાં યુવક અને યુવતીનો એકી સાથેબન્નેના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.
યુવક યુવતીની ઓળખવિધી થતાં યુવક મોરવાડા ગામનો નરેશજી મણાજી ઠાકોર ઉ.વ.રર અને યુવતીસોનલબેન ચમનાજી ઠાકોર ઉ.વ ર૧ રહે ચલવાડા તા. રાધનપુર હોવાનુ બહાર આવતાં તેના વાલીવારસો દોડીઆવી બન્નેના મૃતદેહો સૂઈગામ રેફરલમાં પીએમ અર્થે ખસેડી પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ નોધાવતાંપોલીસે તપાસ હાથ ધરી હતી.બનાવના પગલે કેનાલ પર લોકોના ટોળેટોળા ઉમટયા હતા.તેમજ યુવક-યુવતીના એક બીજાના હાથ બાંધેલી હાલતમાં હોવાથી પ્રેમીપંખીડા હોવાનુ જાણવા મળ્યુ હતુ.