આગામી તા. ૪ જુલાઈ ૨૦૧૯ના રોજ ભુજ મધ્યે આ ભવ્યતી ભવ્ય રથયાત્રા મહોત્સવને ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, સ.ગુ. સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી, પાર્ષદ ઝાદવજી ભગત આદિ સંતો તેમજ સામાજિક અગ્રણીઓ તથા નગરજનોની હાજરીમાં સ્ટાર્ટ આપવામાં આવશે. આ આયોજનને લઈને સમગ્ર ભુજ તેમજ આજુબાજુના ગામડાઓમાં ખૂબજ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રથયાત્રામાં કચ્છ શ્રીનરનારાયણદેવ યુવક મંડળના ૨૫૦ થી ૩૦૦ યુવકો યાત્રાના સેવા કાર્યમાં કાર્યરત છે. આ રથયાત્રાની વિશિષ્ટા એ છે કે જે રીતે જગન્નાથપુરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે છેલ્લા ૬૦ વર્ષથી આબેહૂબ રથ તૈયાર કરવામાં આવે છે અને એમાં દેવોની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે. વિશેષમાં કચ્છ માટે ગૌરવની વાત એટલા માટે હોય છે કે “અષાઢી બીજ” ને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તેજ દિવસે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એટલે આ રથયાત્રાને લઈને કચ્છમાં અનેરો ઉત્સવનો માહોલ છે. આ રથયાત્રાના આયોજનને લાગેવળગે છે ત્યાં સુધી આ રથયાત્રા ભુજના પુખ્ય માર્ગો એટલે કે મહાદેવ ગેઈટથી પ્રારંભ થઈ હમીરસર સર્કલ, બસસ્ટેશન, કચ્છમિત્ર સર્કલ, શ્રી સ્વામિનારાયણ (જ્યુબેલી સરકલ, નરનારાયણદેવ સર્કલ થઈ શ્રી નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે આવી પહોંચશે. ત્યાં સુશોભિત રથની આરતી મહંત સ્વામી તેમજ યજમાન પરિવાર તથા ઉપસ્થિત સમુદાય ઉતારશે. આ રથયાત્રા મહોત્સવનેં લઈ મહોત્સવ સમિતિના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસદજી, કોઠારી સ્વામી શુકદેવસ્વરૂપદાસજી, શા. સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, સ્વામી ધર્મરવરૂપદાસજી, શા. સ્વામી નરનાયણસ્વરૂપદાસજી, શા. સ્વામી હરિપ્રસાદદાસજીં તથા શા. સ્વામી દેવનંદનદાસજી જહેમત ઉઠારી રહ્યા છે. તેવું કોઠારી સ્વામીની યાદી માં જણાવ્યું હતું.