કચ્છનો ટોપ લેવલનો બૂટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા ભચાઉવાળ અને તેનો સાગરિત ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા સામે પૂર્વ કચ્છ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામી બંન્નેને સુરત અને વડોદરાની જેલમાં ધકેલી દીધા છે રેન્જ IG અને SPએ દારૂની બદી સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાના પગલે LCBએ બંને વિરુધ્ધ કલેક્ટરને પાસાની દરખાસ્ત કરેલી હતી જે મંજૂર થતાં ગઈકાલે જ LCBએ બેઉ જણને દબોચી લઈ કચ્છ બહારની જેલમાં ધકેલી દીધા હતા તેમ પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું છે વધુમાં અશોકસિંહના આ દારૂના નેટવર્કના લીધે પૂર્વ કચ્છના અનેક નાના મોટા પોલીસ કર્મચારી અધિકારી ભોગ બની ગયા છે અને તેમને સસ્પેન્ડ થવાનો વારો પણ આવ્યો હતો. તો અશોકસિંહના આ નેટવર્કને નાથવા પોલીસે જમીન આસમાન એક કરી નાખ્યા હતા તોય અશોકસિંહનો વાળ વાંકો થઇ નોતો શક્યો ત્યારે પૂર્વ કચ્છ એસ.પી. અને એલ.સી.બી.એ આઇજીની દેખરેખ હેઠળ કલેક્ટર સમક્ષ અશોકસિંહની પાસની દરખાસ્ત રાખી હતી જે કચ્છ કલેક્ટરે મંજુર કરતા અશિકસિંહ અને તેના સાગરીતને પાસા તળે ધરપકડ કરી અલગ અલગ જેલોમાં ધકેલી દીધો છે.