ભીમાસરની સીમમાંથી 5.98 લાખના વાયરની ઉઠાંતરી

copy image

copy image

અંજાર ખાતે આવેલ ભીમાસરની સીમમાંથી 5.98 લાખના વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે જે અનુસાર અંજાર ખાતે આવેલ ભીમાસરના સીમ વિસ્તારમાં આવેલ 220 કે.વી. લાઈનના થાંભલા નં. 17/સીથી થાંભલા નં. 18 તથા થાંભલા નં. 19થી 19/એ વચ્ચે એ.એલ. 59 એલ્યુમિનિયમ 2612 મી. વાયર કાપી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.