ચિત્રોડ નજીક બોલેરોની હડફેટે ચડતા યુવાને જીવ ગુમાવ્યો

acc

copy image

copy image

રાપર ખાતે આવેક ચિત્રોડ નજીક સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું, તેમજ હતભાગીનો નાનો ભાઈ ઘાયલ થયો હોવાના અહેવાલ સામે આવી રહયા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જે અનુસાર સામખિયાળી પીપરાપાટી રહેનાર કિરણ નારણ મેઘાભાઇ કોળી નામનો યુવક અને તેનો ભાઇ સુરેશ મેવાસા ખાતે મોટી બહેનના ઘરે ગયેલ હતા. જ્યાથી બાઈક મારફતે પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે સમયે તે ચિત્રોડ નજીક સોલાર કંપનીના ગેટ સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચતા બોલેરોના ચાલકે અચાનક પોતાનું વાહન રિવર્સમાં લેતાં આ બાઇક તેમાં અથડાતાં ઘટના બની હતી. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે કિરણનું મોત થયું હતું, જ્યારે સુરેશને વધુ સારવાર હોસ્પિટલ લઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે.