ભચાઉ ખાતે “ગ્રામીણકૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટ-અપ પ્રારંભ અને નવીનતા વિકાસ કાર્યક્રમ” વિષયક એક દિવસીય ઇન્ડક્શન તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન

વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ.યુ., ભચાઉ તથા રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર (RBIC), સ.દા.કૃ.યુ.,
સરદારકૃષિનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧-૦૨-૨૦૨૬ ના રોજ વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે “ગ્રામીણ
કૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટ-અપ પ્રારંભ અને નવીનતા વિકાસ કાર્યક્રમ” વિષયક એક દિવસીય ઇન્ડક્શન તાલીમ
કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન શ્રી યશ જે. પઢિયાર, મુખ્ય કાર્યકારી અધિકારી, રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન
સેન્ટર (RBIC), સ.દા.કૃ.યુ., તેમજ વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા ડો. આર. એમ. જાડેજા (સહ સંશોધન
વૈજ્ઞાનિક) તથા ડો. એન. આર. બુંબડીયા (સહ સંશોધન વૈજ્ઞાનિક) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ
વિષય નિષ્ણાતો તરીકે ડો. રવિકુમાર વાણીયા, ડો. વારીસ અલી, ડો. ભવ્યરાજસિંહ વાઘેલા, ડો. અતુલ નીનામા, ડો.
જીગર જોષી, ડો. સોનલ વાજા, શ્રીમતી. તન્વીબેન પટેલ સહિત અન્ય સ્ટાફ સભ્યો, રૂચિ ધરાવતા ખેડૂત લાભાર્થીઓ
તેમજ કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ ખાતે અભ્યાસરત પ્રથમ અને દ્રિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
હતો.
કાર્યક્રમની શરૂઆત ડો. આર. એમ. જાડેજા દ્વારા કરવામાં કરી હતી, જેમાં તેમણે સરદારકૃષિનગર દાંતીવાડા
કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર (RBIC)ની પ્રવૃત્તિઓ, ઉદ્દેશ્યો તથા તેમના મિશન
અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યારબાદ શ્રી યશ જે. પઢિયાર, જે રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર (RBIC), સ.દા.કૃ.યુ.,
સરદારકૃષિનગર ખાતે મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમણે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું
માર્ગદર્શન અને સંચાલન સંભાળ્યું હતું. તે દરમિયાન તેમણે ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન અને નવીન કૃષિ
આધારિત સ્ટાર્ટ-અપને સંસ્થાગત સહાય પૂરી પાડવામાં ઇન્ક્યુબેશન સેન્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો
હતો. તે ઉપરાંત સ્ટાર્ટ-અપ અને પરંપરાગત વ્યવસાય મોડેલ વચ્ચેના માળખાકીય, કાર્યપદ્ધતિ અને વૃદ્ધિ
અભિગમના મૂળભૂત તફાવતોને સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા. વિષયને વધુ સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે પ્રાસંગિક
તથા પ્રેરણાદાયી સ્ટાર્ટ-અપના ઉદાહરણો સાથે તેમની સફળતા ગાથાઓનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું હતું. વધુમાં,
વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન નીતિ (SSIP) અંગે સચોટ અને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
નીતિની રૂપરેખા, અમલીકરણ પ્રક્રિયા, આર્થિક સહાયની વ્યવસ્થા તથા યુવા ઉદ્યોગસાહસિકોને ઉપલબ્ધ વિવિધ તકો
વિશે માર્ગદર્શન પૂરું પાડયું હતું, જેથી તેઓ નવીન વિચારધારાને વ્યવસાયમાં રૂપાંતરિત કરી શકે.
પ્રતિભાગીઓએ કાર્યક્રમમાં પ્રાપ્ત થયેલ પ્રાયોગિક માર્ગદર્શન અને વ્યવહારુ માહિતી બદલ સંતોષ અને
આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર તાલીમ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, સ્ટાફ સભ્યો અને ખેડુતો માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી
અને કાર્યક્ષમ સાબિત થયો હતો, તેમજ ગ્રામિણ કૃષિ ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ વિકાસ પ્રત્યે જાગૃતિ,
આત્મવિશ્વાસ અને પ્રેરણામાં નોંધપાત્ર વધારો કર્યો હતો.