ગાંધીધામની ખાનગી કંપનીના ગોદામમાંથી લાખોના કેબલની ઉઠાંતરી

fir

copy image

copy image

ગાંધીધામની ખાનગી કંપનીના ગોદામમાંથી લાખો રૂપીયાની કેબલની તસ્કરી થયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત ઓગષ્ટ મહીનમાથી સપ્ટેમ્બર માસ દરમ્યાન કંડલા સેઝ નજીક ગોકુલ ઓવરસીઝના ગોદામમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. અહી પ્રાઝ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગોદામ ભાડે રાખીને કેબલનો સ્ટોક રાખવામાં આવેલ હતો. બાદમાં કંપની દ્વારા ગોદામમા રાખેલા કેબલનો સ્ટોક તપાસતા 8,566 ફુટ કેબલ ગુમ જણાયો હતો. અહીથી કોઈ અજાણ્યા ચોર ઈશમો કેબલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.