ચેક પરત ફરવાના કેસમાં આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

jail_bars

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે વધૂમાં વિગતો સામે આવી રહી છે, આરોપી દીપકકુમાર ગોવિંદજી ચંદે એ ધી ભુજ કોમર્શિયલ કોપરેટીવ બેન્ક લિ.માંથી બે લાખની લોન લીધી હતી. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા તેના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી ઈશમને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા બે લાખ ફરિયાદીને વળતર ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ છ માસની કેદનો આદેશ જાહેર કર્યો છે.