દુબઇમાં ફસાયેલા ભારતીયો માટે કચ્છી માડુ ખડે પગે
copy image

વતનપ્રેમી કચ્છીઓ માતૃભૂમિની હાકલ પડે એટલે મદદરૂપ બનવા દોડી આવે છે એ તો ખરું, પણ જ્યાં વસે છે એ પરદેશની કર્મભૂમિમાં પણ કચ્છી આતિથ્યભાવના અને મુસીબતમાં મુકાયેલાને બનતી મદદ કરવાના સંસ્કાર ભૂલતા નથી. દુબઇમાં પોણા ત્રણ દાયકાથી વસતા મૂળ વાગડના યોગેશ દોશી અને અશોક દોશીએ અખાતી યુદ્ધ બાદની પરિસ્થિતીમાં દુબઇમાં ફસાઇ ગયેલા ભારતીઓની ભરપૂર મદદ કરવામાં આવી છે. એમણે 64 યુનિટ એપાર્ટમેન્ટ્સ ફ્લેટ ખોલી આપ્યા અને ખાવા – પીવા, મનોરંજનનીય વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી. યોગેશભાઇ દોશી શાંતિનિકેતન ફાઉન્ડેશન સાથે કચ્છ – ગુજરાતમાં હૃદયરોગ નિવારણ, પર્યાવરણ જતનનાં કામો કરે છે. દુબઇમાં અલ મિઝાન ગ્રુપ તેમનું કારોબારી એકમ છે. શ્રી દોશીએ જણાવી રહયા છે, પરિસ્થિતિ ચિંતાજનક હતી. ઇરાનના ડ્રોન હુમલા છતાં દુબઇ સુરક્ષિત છે, પરંતુ એરપોર્ટ બંધ થઈ ગયાં-વિમાન સેવા રદ થતાં સેંકડો ગુજરાતી – ભારતીયો મુસીબતમાં મુકાયા હતા. પરિવાર સાથે ફરવા આવેલા આ લોકો માટે રહેવું ક્યાં એ ગંભીર પ્રશ્ન હતો.કચ્છી માડુએ દિલથી વિચાર્યું ને કામે લાગ્યા. હકીકતમાં અશોક દોશી દુબઇ સ્થિત ઇન્ડિયન પીપલ્સ ફોરમના વાઇસ પ્રેસિડેન્ટ છે. ભારતીયો માટે 64 એપાર્ટમેન્ટ્સ ફ્લેટ ખોલી આપ્યા. હવે તો વિમાન સેવા ધીમે ધીમે શરૂ થઇ છે. હજુ પણ વીસેક પરિવાર તેમની સંભાળમાં છે. IPF UAEના ઉપપ્રમુખ અશોક દોશીની પહેલ હેઠળ અને અલ મિઝાન ગ્રુપના અધ્યક્ષ યોગેશ દોશી તરફથી ફસાયેલી વ્યક્તિઓ અને તેમના પરિવારોને આશ્રય આપવા માટે બહુવિધ સજ્જ બે બેડરૂમવાળા 20 એપાર્ટમેન્ટ ઉપલબ્ધ કરાયા હતા. પર્લ દોશી દ્વારા બાળકોને રમકડાં અને ચોકલેટ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. મહેમાનોના ઉત્સાહને વધારવા માટે અલ મિઝાન ગ્રુપ દ્વારા ભારત – ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ફાઇનલનું ક્રીનિંગ પણ યોજાયું હતું.