ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચતુરપુરાના ગામ પાસે આવેલી મેશ્વો નદીની તટ ઉપર એક ખેરી બાવળનુ ઝાડ આવેલ છે આ ઝાડ ઉપર પોતાની પહેરેલી જરસી બાંધીને અને આગળ લીલી ગરો છાતીમા નાખીને લટકતી લાશ જોતા લોકોમા શંકા કુશંકાના વાદળો વરસી રહ્યા છે. આજે સવારે આઠ વાગે અમરા પ્રતિનિધિએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા ત્યા જોવા મળ્યુ હતુ કે આ ઝાડ પર લટકતી લાશ જોતા આજુબાજુમા કાંટા હતા અને પાછળના ભાગે ઝાડનુ થડ હતુ અને પોતાની જરસી કાઢીને ઉપર ડાળે બાંધીને આત્મહત્યા કરી હોય તેવુ દેખાય છે પરંતુ ઘટના સ્થળે હજારોની સંખ્યામા લોકોએ આ લાશને જોતા હત્યા કે આત્મહત્યા તેવુ લોકમુખે ખુલ્લે આમ ચર્ચાઈ રહ્યુ છે. આ બાબતે મળતી વીગતવાર માહિતી મુજબ દસકોઈ તાલુકાના પસુંજ ગામના રહેતા પ્રહલાદજી હેમતાજી સોલંકી મજુરી કરીને જીવન નીર્વાહ ચલાવતો હતો. અને તેના પરીવારમા પાંચ ભાઈઓ અને બે બહેનો છે. ત્યારે તેના મોટા ભાઈ મનુભાઈ સોલંકીએ આપેલી માહિતી મુજબ કે મારો ભાઈ ગઈ રાત્રીએ બે વાગે ખાટલામાંથી ઉભો થઈને ભાગવા જતા અમે તેને ઘણો સમજાવીને રોકી રાખ્યો હતો. અને ત્યારબાદ અમે સુઈ ગયા બાદ રાત્રીના ૩:૩૦ વાગ્યા પછી તે ઘર છોડીને ભાગી જતા અમને પાંચ વાગે ખબર પડી હતી. અને સવારમા આઠ વાગે સમાચાર મળ્યા કે મેશ્વો નદીની બાજુમા એક ઝાડ ઉપર કોઈની લાશ લટકે છે. ત્યારે આ બનાવની જાણ બહીયલ પોલીસને થતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે આવીને તેનુ પંચનામુ કરી તેના પરીવારની સઘન પુછપરછ કરી અને કેટલાક લોકોના પોલીસે નીવેદનો પણ લીધા હતા. અને આ ઘટના સ્થળે એક હજારથી વધુ લોકો દોડી આવ્યા હતા. તેમા લોકચર્ચામા ચર્ચાઈ રહ્યુ છે કે આ વ્યક્તિ સીધો સાદો છે. તે આત્મહત્યા કરે નહી પરંતુ આમા કોઈ મોટુ રહસ્ય છુપાયુ હોય તેવુ ચર્ચાઈ રહ્યુ હતુ.અને જો આ બાબતે પોલીસે વધુ તપાસ કરે તો સત્ય માહિતી બહાર આવે તેવુ લોકોનુ કહેવુ છે