શ્રી પોલીસ મહાનીરીક્ષક શ્રી ડી બી વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી પરિક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામની સુચનાથી પુર્વ કચ્છ જીલ્લામા ઈગ્લીશ/દેશીદારુ/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના મળેલ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગના માર્ગદર્શનથી સામખિયારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર આર એમ ઝાલા નાઓ પોલીસ સ્ટાફ સાથે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે આરોપી અજીત સુરાભાઈ શીયારીયા (મણકા) ઉ.વ રર રહે હલરા તા-ભચાઉ વાળાના કબજામાંથી હલરા તથા વામકા ગામની સીમ વચ્ચે આવેલ નદીના કાઠામા રેતી નીચે દાટેલો વિદેશી પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૧૪ તથા બીયરના ટીન નંગ ૧૦૫ જેની કુલ્લ કી.રૂ ૫૦.૪૦૦/- તથા આરોપીની અંગઝડતીમાથી એક મોબાઈલ ફોન કી.રૂ ૫૦૦/- આમ કુલ્લે મુદ્દામાલ કી.ર્ૃ ૫૦.૯૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ અને આરોપી અજીત સુરાભાઈ શીયારીયા (મણકા) વિરુધમાં કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.આ કામગીરીમાં સામખિયારી પોલીસ સ્ટેશનના સી.પો.સબ.ઇન્સ આર એમઝાલા તથા સેકન્ડ પો.સ.ઈ આર જે સિસોદિયા નાઓની સાથે સુભાષચન્દ્ર રાજગોર તથા કિશોરભાઈ ડોડીયા તથા મહેન્દ્રસિંહ સોલંકી તથા મહેશગીરી ગૌસ્વામી તથા પો.કોન્સ કેતનભાઈ પ્રજાપતિ તથા પો.કોન્સ જયકીશનસિંહ ઝાલા તથા અર્જુનસિંહ જાડેજા તથા શૈલેશભાઈ જેઠવા તથા ભગવાનભાઈ ચોધરી નાઓ સાથે રહીને કરેલ હતી.