પશ્ચિમ કચ્છ ભુજ ઇન્ચાર્જ એલ.સી.બી પી.આઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમયાન પધ્ધર ગામના સબ સ્ટેશન પાસે આવતા એક મોટર સાયકલ પર બે યુવાનો ને રોકી તેની પ્રવૃતિ શંકાસ્પદ લાગતા પૂછપરછમાં તેનું નામ રાહુલ ત્રીકમભાઇ વરચંદ (આહિર), તથા માવજી દેવજી વરચંદ (આહિર), રહે.બંન્ને ઉખડમોરા, તાલુકો ભુજવાળા હોવાનુ જણાવ્યું હતું બન્નેના કબ્જામાં રહેલ થેલાની તપાસ કરતા થેલા માંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ – ૨૨, કિંમત રૂા.૭,૭૦૦/- નો મુદામાલ તથા રોકડા રૂા.૧૩,૫૦૦/-,મોબાઇલ ફોન નંગ-૨, કિમત રૂા.૧૫૦૦/- તથા એચ.એફ. ડીલક્ષ બાઇક નંબર જીજે. ૧૨.ડીકે.૮૬૭૭ કિંમત રૂા.ર૦,૦૦૦/- મળી કુલ રૂા.૪૨,૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા બંન્ને આરોપીઓ વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવી છે.