જી.કે.બ્લડબેંક દ્વારા જુનમાં ૮૮૦ થેલી રક્ત એકત્રિત કરાયું

ભુજ તા., જી.કે.જનરલ હોસ્પિટલમાં કાર્યરત રક્તદાન કેન્દ્ર દ્વારા જુન મહિનામાં કચ્છમાં વિવિધ સ્થળોએ તેમજ હોસ્પિટલ ખાતેની બ્લડબેકમાં એક ખાસ ઝુંબેશનાં ભાગરૂપે ૮૮૦ થેલી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.હોસ્પિટલનાં રક્તદાન કેન્દ્ર દ્વારા કુન્દન્પર લેવા પટેલ સમાજ યુવાવર્ગને પ્રોત્સાહિત કરી પ્રાથમિક શાળામાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૪૫ બેગ રક્ત યુવાનોએ સ્વેચ્છાએ આપ્યું હતું. જ્યારે ચેન્નઈ રાધા કંપની શિરાચાએ ૬૩ તથા ઓલ કાર્ગો લોજીસ્ટીક મુન્દ્રાએ પણ ૪૫ બેગ લોહી એકત્રિત કરવામાં સહયોગ આપ્યો હતો. આ પ્રકારે ત્રણ શિબિર ઉપરાંત અન્ય નાના મોટા વિસ્તારોમાંથી કુલ ૫૩૭ બેગ રક્ત સંચિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રક્તદાતાઓને પ્રોત્સહિત કરી રક્તદાનની ભાવના પ્રબળ બનાવવા અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવતા ગત માસ દરમિયાન ૩૪૩ બેગ સ્થાનિકે (ઇનહાઉસ) રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. અને જી.કે.જનરલ હોસ્પિટલમાં જે દર્દીઓને રક્ત આપવામાં આવ્યું હોય તેમના સ્નેહીજનો પ્રેરિત થઈને જાતે જ હોસ્પિટલનાં બ્લડબેન્કમાં આવી રક્તદાન કરી રહ્યા છે, એમ અદાણી જી.કે.જનરલ બ્લડબેંક કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું. આગામી મહિનામાં ૧૪મી જુલાઈના રોજ નખત્રાણા ખાતે પશ્ચિમ કચ્છ ગુર્જર ગરવા બ્રમસમાજ, ૧૭મીએ લખપત તાલુકાના વર્માનગર(જી.એમ.ડી.સી.) મુકામે તેમજ ૨૧જુલાઇના રોજ સંત નિરંકારી સત્સંગ મંડળ ભુજ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *