ભુજ શહેરમાં થયેલ એકટીવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ મે.પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે.ક્રિશ્વિયન સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આરોપીઓને શોધવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોઇ,
જે અન્વયે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૫૦૪૨૨૬૦૨૯૪/૨૦૨૬ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ સદર ગુનો અનડિટેકટ હોઇ જે ગુનો શોધવા સારૂ પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ. પટેલ ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓની સુચના & માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આ કામના આરોપીની પુછપરછ કરતા સદર એકટીવાની ચોરી પોતે જયુબીલી સર્કલ પાસે આવેલ એકસીસ બેંકના પાર્કીંગમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોઇ જેથી આરોપી પાસેથી એકટીવા ટુ વ્હીલર વાહન રિકવર કરવામા આવેલ અને મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામેની આગળની તપાસ પો.સબ ઇન્સ એમ.કે.સુરૂ નાઓ ચલાવી રહેલ છે.
પકડેલ આરોપી:-
(૧) સંજય ઉર્ફે રમેશ કાનજીભાઇ મહેશ્વરી રહે-ભારાસર રોડ રેલ્વે ફાટક પાસે માનકુવા તા- ભુજ.
રીકવર કરેલ મુદ્દામાલ:-
(૧) એક સફેદ કલરની એકટીવા જેના રજી નં-GJ-01-PH-5409 જેની કિ.રૂ.૧૫,૦૦૦/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
(૧) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન-સી પાર્ટ ગુ.૨.નં-૧૨૫૫/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(એ).
(૨) ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન-સી.પાર્ટ ગુ.૨.નં-૦૫૩૭/૨૦૨૪ પ્રોહી કલમ-૬૬-૧-બી
(૩) ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન-બી પાર્ટ ગુ.ર.નં-૦૭૯૮/૨૦૨૫ જી.પી.એક્ટ કલમ-૧૨૨(સી).
(૪) ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન-એ.પાર્ટ ગુ.ર.નં-૦૭૯૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨).
(૫) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન-સી.પાર્ટ ગુ.ર.નં-૦૦૧૫/૨૦૨૬ પ્રોહી કલમ-૬૬-૧-બી
(૬) ભુજ શહેર એ.ડિવિ પોલીસ સ્ટેશન-બી.પાર્ટ ગુ.ર.નં-૦૦૮૨/૨૦૨૬ જી.પી.એક્ટ કલમ-૧૨૨(સી).
(૭) ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન-એ.પાર્ટ ગુ.ર.નં-૦૨૯૪/૨૦૨૬ બી.એન એસ કલમ-૩૦૩(૨)
આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.એમ કે. સુરૂ તથા પો.હેડ.કોન્સ રાજુભા એસ.જાડેજા. યુવરાજસિંહ ડી.જાડેજા, લાખાભાઇ એન.બાંભવા, કૈલાસભાઈ કે. ચૌધરી, દશરથભાઇ.એચ.ચૌધરીનાઓ જોડાયેલા હતા.