“Mission Fugitive” અંતર્ગત આદીપુર પો.સ્ટે.માં દાખલ થયેલ આત્મ હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં “Mission Fugitive” અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ સુચનાઓ આપેલ હોય અને હાલમાં આદીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આત્મ હત્યા કેસમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે પોલીસ ઇન્સપેક્ટર એમ.સી.વાળા આદીપુર પો.સ્ટે તથા પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. તથા આદીપુર પો.સ્ટે ની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડવા સતત પ્રયત્નસીલ હતી તે દરમ્યાન આદીપુર પો.સ્ટે ખાતે દાખલ થયેલ ગુ.૨.ન- ૦૧૨૦/૨૦૨૬ બી.એન.એસ-૧૦૮, ૩૦૮(૫),૨૯૬(બ), ૩૫૧ (૨)(૩), ગુજરાત નાણા ધીરધાર ની કલમ-૪૦,૪૨ (એ)(ડી) આ ગુનામાં સંડોવાયેલ અને ગુનો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓ પૈકી નીચે મુજબના બે આરોપી ગુજરાત બહાર બીજા રાજ્યમાં નાશી ગયેલ હોવાની હોવાની ચોક્કસ હકીકત આધારે તાત્કાલીક એલ.સી.બી. તથા આદિપુરની ટીમ દ્વારા રૂરી વર્ક આઉટ કરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદીપુર પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) મુકેશ રમેશભાઈ મીરાણી ઉ.વ. ૩૮ રહે. ૮/એ,મ.નં. ૧, સુભાષનગર, ગાંધીધામ
(૨) હરેશ રમેશભાઈ મીરાણી ઉ.વ.૪૫ રહે.સીએએકસ-૧૯૫, છ વાળી, આદિપુર
તા.ગાંધીધામ
આ ડામગીરી આદીપુર પો.સ્ટે ના પોલીસ ઇન્સપેક્ટર એમ.સી.વાળા તથા લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. તથા આદીપુર સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.