ઈરાને મિસાઈલ પર સંદેશ લખીને આભાર માન્યો અને  છોડી મિસાઈલ

copy image

copy image

મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે,અમેરિકા અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલું ઈરાન પાછળ હટવા માટે તૈયાર નથી. ત્યારે મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે, જે મામલે સૂત્રો જણાવી રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પૂર્વે અમુક સમયગાળા માટે હુમલા રોકી દીધા હોય પરંતુ ઈરાન ઈઝરાયલ અને ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન ઈરાને ભારત સહિત અન્ય દેશોને અનોખા અંદાજમાં આભાર માન્યો છે, જેઓએ લડાઈમાં ઈરાનનો સાથ આપ્યો છે. ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલા કર્યા હતા અને મિસાઈલ ઉપર ભારતીયો માટે સંદેશ લખ્યો હતો. `ભારતના લોકોનો આભાર’ લખીને ઈરાન મિસાઈલ ઈઝરાયલ તરફ છોડી હતી. ઉપરાંત ઈરાને અન્ય દેશોનો પણ આ જ અંદાજમાં મિસાઈલ પર સંદેશ લખીને આભાર માન્યો હતો. એક મિસાઈલ પર જર્મની, પાકિસ્તાન, સ્પેન સહિતના દેશોનું નામ હતું. આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, આ અંગેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર આવી છે. જેમાં સફેદ રંગની મિસાઈલ ઉપર ભારતના લોકોનો આભાર માનતો સંદેશ જોવા મળે છે.