મોંઘવારી એ માથાના દુખાવો છે હવે એ દુખાવામાં દવાઓ જ વધારો કરશે : 1 એપ્રિલથી જરૂરી દવાઓ થશે મોંઘી

image-299

copy image

copy image

આધુનિક સમયમાં મોંઘવારી એ માથાના દુખાવા સમાન બની ચૂકી છે, ત્યારે સામાન્ય માણસના આ દુ:ખાવામાં દવાથી જ વધારો થશે તેવા એંધાણ છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ, આગામી 1 એપ્રિલથી 767 જેટલી જરૂરી દવાઓ મોંઘી થવાની વિગતો સામે આવી છે. એનપીપીએ તરફથી વિવિધ મહત્ત્વની દવાઓના ભાવમાં 0.64 ટકા સુધી વધારો કરવા અર્થે મંજુરી આપી દેવામાં આવી છે. મેમોરેન્ડમ અનુસાર, દવા નિર્માતા આ અંકના આધાર પર મહત્તમ છૂટક વેચાણ કિંમતમાં વધારો કરી શકે છે. નિર્માતાઓ છૂટક જથ્થાબંધ વેપારીઓ માટે ટોચની કિંમતથી વધુ કિંમત દેવા વેંચવી એ ગેરકાયદેસર ગણાશે.