જુદા જુદા ૧૨ વોરંટના ગુના કામના આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આધારે સામાવાળા જમીલ સુલેમાન મોગલ રહે. મોટાપીર પાસે ભુજવાળાને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા સુનીલભાઇ પરમારનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ આધારે મજકુર સામાવાળાને પકડી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.

પકડાયેલ સામાવાળા

જમીલ સુલેમાન મોગલ ઉ.વ.૩૩ રહે. મોટાપીર પાસે ભુજ

  • નીચેના પકડ વોરંટમાં નાસતો-ફરતો હતો

જીલ્લા ગ્રાહક તકરાર કમિશન કચ્છ નાઓની કોર્ટના તામીલ નંબર: ૫૬/૧૬, ૧૩૧/૨૨, ૧૩૨/૨૨, ૧૩૩/૨૨, ૧૩૪/૨૨, ૧૩૫/૨૨ ૧૩૬/૨૨., ૧૩૮/૨૨, ૧૪૦/૨૨, ૧૪૧/૨૨ ૧૪૩/૨૨, ૧૪૪/૨૨ મુજબના વોરંટમાં નાસતો-ફરતો હતો.