ભારતીય બનાવટના વિદેશીદારૂ સહિત કુલ 23 લાખનો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. નિલેશભાઈ ભટ્ટ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ રાવલ, મુળરાજભાઇ ગઢવી. શક્તિસિંહ ગઢવી તથા રણજીતસિંહ જાડેજાનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ફરતા-ફરતા દરશડી ગામના પાટીયા પાસે પહોચતા નિલેશભાઇ ભટ્ટનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ભાવસંગજી ભગુભા જાડેજા રહે.દરશડી તા.માંડવી તથા રામસંગજી દોલુભા જાડેજા રહે. ચુંનડી તા.ભુજ વાળાઓ તેમના મળતીયાઓ સાથે મળી દરશડી થી મોમાયમોરા ગામ તરફ જતા રસ્તા પર મફતનગરમાં આવેલ ખુલ્લી જગ્યામાં પોતાના કબ્જા ભોગવટાની ગાડીઓમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખેલ છે અને તે પ્રોહી મુદ્દામાલ સગેવગે કરવાની ફીરાકમાં છે.” જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૦૭૫/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧,૧૧૬(બી), ૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ (કુલ્લે કિં.રૂ. ૨૩,૦૦0.500/-)
- ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ- ૧૦૨૬ જેની કિં.રૂ. १२,७५,५००/-
- મહીન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો ગાડી રજી નં. GJ-12-EE-4640 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
- હ્યુન્ડાઈ કંપનીની ગ્રે કલરની ક્રેટા ગાડી રજી નં. GJ-12-CG-8754 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
- હિરો કંપનીની પ્લેન્ડર પ્લસ મોડલની મો.સા. જેના રજી. નં. GJ-12-BB-0366 જેની કિ.રૂ.
२५,०००/-
પકડાયેલ આરોપીઓ:
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર
પકડવાના બાકી આરોપીઓ:
- ભાવસંગજી ભગુભા જાડેજા રહે.દરબાર ગઢ, દરશડી તા.માંડવી
- રામસંગજી દોલુભા જાડેજા રહે. યુંનડી તા.ભુજ