ભચાઉમાં હાથ બનાવટની દેશી બંદૂક સાથે પોલીસે એક શખ્સ ઝડપાયો હતો
copy image

ભચાઉમાં હાથ બનાવટની દેશી બંદૂક સાથે પોલીસે એક શખ્સ ઝડપાયો હતો . પોલીસના સત્તાવાર સાધનો દ્વારા મળતી માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમ્યાન ગોલ્ડન હોટેલની બાજુમાં બ્રિજની આગળ કાચા રસ્તા ઉપર અરમાનશા મામદશા દિવાન (ઉ.વ.11)ને ઝડપી પાડયો હતો. આરોપીના કબજામાંથી 5000ની કિંમતની હાથ બનાવટની દેશી બંદૂક કબજે કરાઈ હતી. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.