કંડલામાં અજાણ્યા વાહનની હડફેટે રાહદારી યુવાનનું ગંભીર ઈજાનાં પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

24-8-acc

copy image

copy image

 કંડલામાં અજાણ્યા વાહનની હડફેટે રાહદારી યુવાનનું ગંભીર ઈજાનાં પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસના સત્તાવાર સૂત્રો દ્વારા મળતી  વિગતો અનુસાર ગત રાત્રિના વેળાએ કંડલામાં કાર્ગો જેટી પાસે  હતભાગી  યુવાન વીરેન્દ્રસિંહ અને અન્ય શ્રમિકો જમીને પરત કામ  માટે પગપાળા જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે હતભાગી યુવાનને  હડફેટે લેતા તેને હાથ-પગ અને માથાંના ભાગે  ગંભીર  ઈજાના પગલે  યુવાનું તત્કાળ મોત નીપજ્યું હતુ.  પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.