બેથી ત્રણ સપ્તાહમાં ઈરાનનું અભિયાન સમાપ્ત:ટ્રમ્પ

copy image

copy image

અમેરિકા પોતાની શરતે સમજૂતી કરવા કહી રહ્યું છે પરંતુ ઈરાન દ્વારા સ્પષ્ટ ઈનકાર કરાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમની સેના બેથી ત્રણ સપ્તાહમાં ઈરાનનું અભિયાન સમાપ્ત કરી શકે છે અને હોર્મુઝની ખાડીની જવાબદારી તેના પર નિર્ભર દેશો પર મૂકી દેશે. વધુમાં ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે, ઈરાનના નવા રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામની માંગ કરી છે. મેં જવાબ આપ્યો છે કે તેના બદલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે ગ્લોબલ હોર્મુઝ સમિટની યજમાની કરશે. બીજી તરફ ઈરાન યુદ્ધના કારણે ઊર્જા સંકટ ગંભીર બન્યું છે. જેની અસર દરેક દેશો પર પળી રહી છે.  બ્રિટિશ પીએમએ તો અમેરિકાને કહ્યું હતું કે બ્રિટન ઈરાન યુદ્ધમાં સામેલ નહીં થાય અને હોર્મુઝ ખોલાવવા માટે કૂટનીતિક રસ્તાઓ ઉપર વિચાર કરશે.  ઓસ્ટ્રેલિયન પીએમએ પણ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના યુદ્ધથી ઓસ્ટ્રેલિયાને કોઈ જાતના લેવાદેવા નથી, તેમ છતાં પણ લોકો તેનો ભોગ બની રહ્યા છે.  સ્ટાર્મરે કહ્યું હતું કે, ચાલુ અઠવાડિયે બ્રિટનની યજમાનીમાં 35  દેશ સાથે બેઠક થવાની છેજેમાં હોર્મુઝ અંગે ચર્ચા કરવામાં આવશે