બહેરીનમાં એમેઝોન ડેટા સેન્ટર પર ઈરાનનો હુમલો
copy image

બુધવારે ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો હતો. જો કે, આ અંગે સત્તાવાર રીતે ખુલાસો થયો નહતો. એકબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધમાં સથવારો નહીં મળતા પશ્ચિમી દેશો ઉપર ગિન્નાયેલા છે.ત્યાં બીજી બાજુ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈરાનની ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દેશની સત્તા પર નિયંત્રણ હાંસિલ કરી લીધું છે. યુદ્ધ અંતર્ગત વધેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ પેજેશ્કિયને એક નવા ગુપ્તમંત્રીની નિયુક્તિની કોશિશ કરતાં આઈઆરજીસીના મુખ્ય કમાન્ડર અહમદ વાહિદીએ તેમને રોક્યા હતા ત્યારે ઈરાને બહેરીનમાં એમેઝોન ડેટા સેન્ટરને નિશાન બનાવી હુમલો કર્યો હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા.