પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની બહાર બુધવારે વિસ્ફોટ
copy image

પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની બહાર બુધવારે વિસ્ફોટ થયો હતો, જેના કારણે ભાજપ કાર્યાલયની બહાર ગભરાટ ભર્યો માહોલ સર્જાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચંદીગઢના સેક્ટર 37માં ભાજપ કાર્યાલય બહાર વિસ્ફોટ થયો હતો સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત નથી થયા, પરંતુ આ વિસ્ફોટમાં કેટલાક વાહનોના કાચ તૂટી ગયા હતા. એક મીડિયાના અહેવાલ અનુસાર , ચંદીગઢના સેક્ટર 37માં ભાજપ કાર્યાલય બહાર વિસ્ફોટ થયો હતો. પોલીસ આ ધડાકાના કારણની તપાસ કામગીરી હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બહુ મોટો નહોતો. પંજાબ ભાજપ કાર્યાલયની બહાર સીઆરપીએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી છરા મળી આવ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી અંકબંધ છે . પોલીસ દ્વારા આ વિસ્તારને સીલ કરાયો છે.