ચૈત્રી પૂનમ હનુમાન જયંતી નિમિત્તે આજરોજ નારીચાણા ગામે હનુમાનજી ના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા

આજે ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જ્યંતી ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મ , આ તહેવારને લોકો ભારે ઉત્સાહથી સમગ્ર દેશ માં ઉજવે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના નારીચાણા ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચાણા હનુમાનજી મંદિરે છેલ્લા 400 વર્ષો જૂનું મંદિર છે આજના દિવસે નારીચાણા હનુમાનજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં, આવે છે જેમાં યજ્ઞ, મહા પ્રસાદ મહા આરતી, સહિતના આયોજનો મંદિર દ્વારા કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં દૂર દૂર થી લોકો આવતા અને શ્રદ્ધાપૂર્વક જોડાય છે. ત્યારે આ વખતે પણ શ્રી રામ ભક્ત હનુમાન જ્યંતી ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મહાપ્રસાદ આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા જેનો લાભ લેવા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે દૂર-દૂરથી વિશાળ સંખ્યામાં લોકો નારીચાણા ગામ ખાતે શ્રી નારીચાણીયા હનુમાનજી ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને બપોરે આરતી, તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના લાભ લઈને ધન્ય થયા હતા, અને ભક્તોની વિશાળ જનમેદની વચ્ચે નારીચાણા ગામ ખાતે મેળા નું વાતાવરણ ખડું થઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણ શ્રી રામ ભક્ત હનુમાન ની ભક્તિ થી ભક્તિમય થઈ ગયું હતું આજે મોડી રાત સુધી દર્શનાથી આ જગ્યાએ દર્શન કરવા ઉમટી પડે છે.