પવનચક્કી ઉપરથી 1.60 લાખના લોખંડના સળિયાની ચોરી
copy image

ભુજ તાલુકાના વાડાસરની સીમમાંથી પવનચક્કી ઉપરથી 1.60 લાખના લોખંડના સળિયાની ચોરી થયાની ફરિયાદ નોંધવાઈ છે. તો બીજી બાજુ નખત્રાણા તાલુકાના નાગવીરી અને મોટા વાલ્કામાંની સીમમાંથી પવનચક્કીઓ પરથી બે લાખના વાયરની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ છે વધુમાં માનકૂવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર વાડાસરની સીમમાં આઈનોક્સ કંપનીની પવનચક્કીના ફાઉન્ડેશનમાં લોખંડના સળિયા ગોઠવેલા હતા. તા. 12/2થી તા. 16/2 દરમ્યાન કોઈ અજાણ્યા ચોર આરોપીઓ આશરે આઠેક ટન લોખંડના સળિયા જેની કિ. રૂા. 1,60,000ની ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે . ગત તા. 29/3ના નખત્રાણા તાલુકાનાં નાગવીરી અને મોટા વાલ્કાની સીમમાં આવેલી આઈનોદ્રા કંપનીની પવનચક્કીના 210 મીટર લંબાઈના વાયર જેની કિં. રૂા. બે લાખ થાય છે તેની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.