ગંઢેર પાટિયા પાસે પગપાળા જતા ગાંધીધામના 23 વર્ષીય યુવાનને ગાડીએ ટક્કર મારતાં મોત
copy image

ભુજ તાલુકાના ગંઢેર પાટિયા પાસે પગપાળા જતા ગાંધીધામના 23 વર્ષીય યુવાનને પાછળથી ગાડીએ ટક્કર મારતાં માથામાં ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાના ગંઢેર પાટિયા પાસે પગપાળા જતા ગાંધીધામના દીપક પ્રવીણભાઇ ગરવાને પાછળથી ગાડીએ ટક્કર મારતાં માથામાં ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું . ગાંધીધામના સેકટર પાંચમાં રહેતો દીપક ગાંધીધામથી ભુજ બાજુ પગપાળા ચાલીને જતો હતો ત્યારે બપોરે 2-30 વાગ્યાના સમયગાળામાં ગાડી વાળાએ પાછળથી ટક્કર મારતાં તેને માથામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી.આથી દીપકને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા આ ઘટનાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં દીપકના કાકા અશોકભાઇ ધોરિયાએ લખાવી હતી.