મેઘપર બોરીચીની સીમમાં મેદાનમાંથી પોલીસે રૂા. 4,26,420નો શરાબ કબ્જે કર્યો

copy image

copy image

મેઘપર બોરીચીની સીમમાં આવેલ શર્મા રિસોર્ટનાં ઘાસવાળાં મેદાનમાંથી પોલીસે એક ગાડીમાંથી રૂા. 4,26,420નો શરાબ કબ્જે કર્યો હતો. જો કે, ગાડીચાલક ફરાર થઈ ગયો હતો આરોપીને પકડવા પોલીસે સી.સી.ટી.વી. સહિતની આગળની તપાસ હાથ ધરી છે.. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શર્મા રિસોર્ટની અંદર મેદાનમાં ઈસુઝુ ગાડીમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની પૂર્ણ બાતમીના આધારે સવારે પોલીસે છાપો મારતા પોલીસને આવતી જોઈને ગાડીમાં સવાર શખ્સે ગાડી હંકારી દીધી ઘાસનાં મેદાનમાં લઈ ગયો હતો, પરંતુ ત્યાંથી ગાડી નીકળે તેમ ન હોવાથી આરોપીએ ગાડી ત્યાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દરમ્યાન આ ગાડીને એલ.સી.બી.ની કચેરીએ લઈ ગયા બાદ તેમાંથી કુલ રૂા. 4,26,420નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.  ગાડી કોની છે ? તે સહિતની વિગતો માટે પોલીસે સી.સી.ટી.વી. સહિતની મદદથી તપાસને આગળ વધારી છે.