હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કડક શરતો :‘રિયાલ’માં ટ્રાન્ઝિટ ફી ચુકવવી
copy image

હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કડક શરતો ઝિંકતા ઈરાનના પ્રસ્તાવે વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. ઈરાને કહ્યું છે કે, હવે જે પણ જહાજે હોર્મુઝમાંથી પસાર થવું હોય તો તેણે ‘રિયાલ’માં ટ્રાન્ઝિટ ફી ચુકવવી પડશે. એટલું જ નહીં ઈરાનમાં ફરજિયાત બેંક ખાતુ હોવાનો પણ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે..સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુંબઈ સ્થિત ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું છે કે, ઈરાનની સંસદમાં 9 પોઈન્ટનો પ્રસ્તાવ લવાયો છે. જેમાં હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી લેવાનો પણ ઉલ્લેખ છે. ઈરાની સંસદના નેશનલ સિક્યોરિટી કમિશનના પ્રમુખે જણાવ્યું કે, સંસદમાં લવાયેલા પ્રસ્તાવ મુજબ હવે હોર્મુઝમાંથી પસાર થવા માટે ઈરાની ચલણમાં ફી ચૂકવવી પડશે. વધુમાં મુંબઈ સ્થિત ઈરાનના દૂતાવાસની પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે, હોર્મુઝ યોજના મુદ્દે ઓમાન સાથે સરકાર સમજૂતી પણ કરી શકે છે. ઈરાન માત્ર પોતે જ હોર્મુઝ પર નિયંત્રણ કરશે, હોર્મુઝને અડીને આવેલા ઓમાનને તેમાં કોઈ અધિકાર નહીં હોય. આ નિર્ણયો બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે ટ્રૂથ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘મને માહિતી મળી છે કે, ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલી રહ્યું છે, આવું ન થવું જોઈએ અને જો ઈરાન ફી વસૂલી રહ્યો છે તો તેણે તુરંત ફી લેવાનું બંધ કરી દેવું જોઈએ.