ઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ વિશે ગંભીર ખુલાસો :હવાઈ હમલા માં પગ ગુમાવ્યો ,ચહેરો ખરાબ રીતે જખમી
copy image

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ સત્તા સંભાળનારા તેમના પુત્ર અને વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ વિશે ગંભીર ખુલાસા થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની ની તબિયત અને તેમની ઈજાઓ અંગેના તાજા અહેવાલોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અને અમેરિકાના ગુપ્તચર અહેવાલો મુજબ , 28 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલા હવાઈ હુમલામાં મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં તેમણે પોતાનો એક પગ ગુમાવ્યો હોવાનું અને ચહેરો ખરાબ રીતે જખમી થયો હોવાનું સામે આવ્યું છે. શારીરિક મર્યાદાઓ હોવા છતાં, મોજતબા માનસિક રીતે સંપૂર્ણ સક્રિય હોવાનું કહેવાય છે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકો કરી રહ્યા છે અને ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે થનારી શાંતિ વાર્તા તેમજ યુદ્ધના વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહ્યા છે